સવારના નાસ્તામાં ઘણા લોકો બ્રેડ કટલેટ (કટલેસ) અથવા બટાકાની કટલેટ ખાવાનું પસંદ કરે છે. જો કે, જો તમે ઈચ્છો તો નાસ્તામાં ચીઝ કોર્ન કટલેટ પણ ટ્રાય કરી શકો છો. જી હા, ચીઝ કોર્ન કટલેટ બનાવવાની રેસિપી એકદમ સરળ છે. જ્યારે બ્રેડ કટલેટ કરતાં ચીઝ કોર્ન કટલેટને વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તો અમે તમને જણાવીશું નાસ્તામાં ચીઝ કોર્ન કટલેટ બનાવવાની રેસિપી. જેને ફોલો કરીને તમે થોડી જ મિનિટોમાં સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને હેલ્ધી નાસ્તો સર્વ કરી શકો છો.
સામગ્રી
- 2 કપ સ્વીટ કોર્ન
- 1 કપ ચીઝ
- 4 ચમચી છીણેલું ગાજર
- 4 ચમચી સમારેલા કેપ્સીકમ
- 1 ઝીણી સમારેલી ડુંગળી
- 4 ચમચી સમારેલી કોથમીર
- 1/2 ચમચી હળદર
- 1 ચમચી મરચું પાવડર
- 1 ચમચી ધાણા પાવડર
- 1 ચમચી જીરું પાવડર
- 1 ચમચી મીઠું
- 4 બાફેલા બટાકા
- 1/2 કપ બ્રેડનો ભૂકો
- 4 ચમચી કોર્ન ફ્લોર
- તેલ, તળવા માટે
ચીઝ કોર્ન કટલેટ બનાવવાની રીત
- ચીઝ કોર્ન કટલેટ બનાવવા માટે સૌથી પહેલા એક મિક્સરમાં સ્વીટ કોર્નને નાખીને પીસી લો.
- પછી એક મોટા બાઉલમાં સ્વીટ કોર્નને કાઢી લો. તેમાં ગાજર, કેપ્સીકમ, ડુંગળી અને કોથમીર નાખો.
- હવે તેમાં હળદર, મરચું, ધાણા પાવડર, જીરું પાવડર અને મીઠું પણ ઉમેરી દો.
- હવે તેમાં 2 બટેટા અને છીણેલું ચીઝ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- બ્રેડ ક્રમ્બ્સ અને મકાઈનો લોટ ઉમેરો. પછી સારી રીતે મિક્સ કરીને નરમ લોટ ગૂંથી લો.
- હાથને તેલથી ગ્રીસ કરો અને કટલેટનો આકાર આપો.
- ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ પર કટલેટને ત્યાં સુધી ફ્રાય કરો જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી ન થઈ જાય.
- વધારાનું તેલ દૂર કરવા માટે કિચન ટુવાલ પર કટલેટને બહાર કાઢી લો.
- સોસની સાથે ક્રિસ્પી કોર્ન કટલેટને સર્વ કરો.