ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસું વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 159 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે આજે (29મી જૂન) વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નવસારી, જલાલપોર અને ગણદેવીમાં વરસાદ પડ્યો છે.
નવસારી-જલાલપોરમાં ધોધમાર વરસાદ
આજે (29મી જૂન) સવારથી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ નોધાયો છે. નવસારી અને જલાલપોર શહેરમાં બે ઈંચ વરસાદ જ્યારે ગણદેવીમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
આગામી પાંચ દિવસ ક્યાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 29 તારીખે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરા સોમનાથ, બોટાદ, કચ્છમાં વરસાદની આગાહી છે. તો ૩૦ જૂન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં જ્યારે પહેલી જુલાઈએ ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, તો બીજી જુલાઈએ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરલ્લી, મહીસાગર, સુરત, નવસારીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ત્રીજી જુલાઈની વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જાણો ક્યા કેટલો વરસાદ નોંધાયો
નવસારીમાં 106 મિ.મી., પલસાણામાં 103 મિ.મી., જલાલપોરમાં 87 મિ.મી., ઉમરગાવમાં 86 મિ.મી., ખેરગામમાં 75 મિ.મી., વાલોડમાં 64 મિ.મી., બોટાદમાં 61 મિ.મી., ગણદેવીમાં 59 મિ.મી., વાપીમાં 58 મિ.મી, બારડોલીમાં 53 મિ.મી, ચીખલીમાં 52 મિ.મી., વ્યારામાં 50 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડમાં 47 મિ.મી., સુરતના મહુવામાં 47 મિ.મી., ઓલપાડમાં 45 મિ.મી, કામરેજમાં 45 મિ.મી., ધરમપુરમાં 43 મિ.મી., સૂત્રાપાડામાં 42 મિ.મી., બાવળામાં 42 મિ.મી., રાજુલા અને પારડીમાં 40 મિ.મી., ગારિયાધારમાં 38 મિ.મી., સુરત શહેરમાં 36 મિ.મી., ડોલવણમાં 36 મિ.મી., રાપરમાં 35 મિ.મી., વાગરામાં 33 મિ.મી. વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં આખરે મેઘરાજા રીઝ્યા
દક્ષિણ ગુજરાતમાં મોડે મોડે મેઘરાજા રીઝતા હતા. શુક્રવારે દિવસ દરમિયાન ઠેર-ઠેર ભારેથી હળવો ખેતીલાયક વરસાદ પડવા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ઉમરગામમાં નોંધાયો હતો. જ્યારે નવસારી જિલ્લામાં સરેરાશ 1.2 ઈંચ વરસાદ વરસ્યો હતો. તો તાપી જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.