ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના વિકાસ માટે સતત કાર્યરત છે. આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રાજ્યના લોકોનું જીવન સુધારવા માટે કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હંમેશા રાજ્યના લોકોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. હવે ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો લોકલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યના રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે સાંકડા પુલના માળખાને પહોળો કરવાનો નિર્ણય લીધો છે.
પુલના માળખાને પહોળો કરવા માટે મંજૂરી
CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 20 માર્ગો પરના રસ્તાઓ કરતાં સાંકડા એવા 41 હાલના બ્રિજ અને તેના માળખાને પહોળા કરવા માટે રૂ. 245.30 કરોડ મંજૂર કર્યા છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હવે આવા સાંકડા પુલ અને બાંધકામોને રસ્તાઓની પહોળાઈને અનુરૂપ પહોળા કરવાનું કામ હાથ ધરશે. રાજ્યમાં કુલ 41 બ્રિજ અથવા સ્ટ્રક્ચર્સ છે જેની પહોળાઈ રસ્તાઓની પહોળાઈ કરતાં ઓછી છે. પરિણામે આવા બ્રિજના બાંધકામો પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.
245.30 કરોડની ફાળવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આવતા તેમણે સાંકડા પુલ અને માળખાને પહોળા કરવા માટે રૂ. 245.30 કરોડ ફાળવ્યા છે જેથી લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો ન પડે અને ઝડપી અને સલામત વાહનવ્યવહાર મળી શકે. મુખ્યમંત્રીશ્રીના આ લોક કલ્યાણકારી નિર્ણયથી આગામી દિવસોમાં રાજ્યનું માર્ગ માળખાકીય નેટવર્ક નાગરિકો માટે વધુ સુવિધાજનક બનશે અને જીવનની સરળતા વધશે.