Anti black magic bill:ગુજરાતમાં એન્ટી બ્લેક મેજિક બિલ પાસ, હવે અંધશ્રદ્ધા ફેલાવનારાઓ સુરક્ષિત નથી
ગુજરાતમાં 64 વર્ષ બાદ એન્ટી બ્લેક મેજિક બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. આ ગુનો બિનજામીનપાત્ર હશે અને આ બિલ પાસ થયા બાદ પોલીસ સીધી રીતે ગુનેગારની ધરપકડ કરી શકશે. જે બાદ હવે પોલીસ માનવ બલિ અને કાળા જાદુ સામે કડક કાર્યવાહી કરશે. આ બિલ વિધાનસભામાં પસાર થઈ ગયું છે. રાજ્યમાં કાળા જાદુ, માનવ બલિદાન અને વધી રહેલી અંધશ્રદ્ધાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
આ બિલ પાસ થયા બાદ પોલીસ કલમ 3 હેઠળ ગુનેગારને 6 મહિનાથી 7 વર્ષની જેલ અને 5000 રૂપિયા સુધીનો દંડ કરી શકે છે. આ સાથે, જો કોઈ વ્યક્તિ ગુનેગારને આ પ્રકારનો ગુનો કરવા માટે કોઈપણ રીતે ઉશ્કેરણી અથવા મદદ કરતી પકડાશે, તો તે પણ ગુનેગાર ગણવામાં આવશે અને તેના માટે પણ સજાની જોગવાઈ છે. આ ગુનો બિનજામીનપાત્ર રહેશે.