કેપ ટાઉનમાં SA20 2025 સીઝન માટે હરાજી યોજાઈ હતી. આ હરાજીમાં કુલ 13 ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા, જેમાંથી રીઝા હેન્ડ્રિક્સ સૌથી મોંઘા હતા. રીઝા હેન્ડ્રીક્સને MI કેપ ટાઉન દ્વારા 4.3 મિલિયન રેન્ડમાં ખરીદ્યો હતો. બીજી સૌથી મોટી ખરીદી ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર રિચાર્ડ ગ્લીસનની હતી, જેને સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપે 2.3 મિલિયન રેન્ડમાં ખરીદ્યો હતો. દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમાને કોઈપણ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો નથી. આ હરાજીમાં ખરીદીઓ ઉપરાંત, ફ્રેન્ચાઇઝીએ સિઝન માટે તેમની ટીમને પૂર્ણ કરવા માટે છ રુકી પિક્સ (22 વર્ષ કે તેથી ઓછી ઉંમરના દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ) પણ પસંદ કર્યા હતા. SA20ની ત્રીજી સિઝન આવતા વર્ષે 9 જાન્યુઆરીથી રમાશે અને ફાઈનલ 8 ફેબ્રુઆરીએ યોજાશે.
SA20 2025ની હરાજીમાં ખરીદાયેલા ખેલાડીઓ
MI કેપ ટાઉન: કોલિન ઇન્ગ્રામ (R17500), રીઝા હેન્ડ્રીક્સ (R4.3 મિલિયન), ડેન પીડટ (R175000), રુકી પિક: ટ્રિસ્ટાન લુસ
પ્રિટોરિયા કેપિટલ્સ: માર્કસ એકરમેન (R80000), એવિન લેવિસ (R1.5 મિલિયન), કાયલ સિમન્ડ્સ (R175000), રૂકી પિક: કીગન લિયોન-કેશેટ
પાર્લ રોયલ્સ: રુબિન હરમન (R175000), રૂકી પિક: દીવાન મેરાઈસ
જોબર્ગ સુપર કિંગ્સ: વિહાન લુબ્બે (R175000), ઇવાન જોન્સ (R175000), ડગ બ્રેસવેલ (R175000), રૂકી પિક: જેપી કિંગ
સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ: ઓકુહલે સેલે (R175000), રિચાર્ડ ગ્લેસન (R2.3 મિલિયન), રૂકી પિક: ડેનિયલ સ્મિથ
ડરબન સુપર જાયન્ટ્સ: શમર જોસેફ (R425000), રૂકી પિક: સીજે કિંગ
તમામ ટીમોની ટુકડી
ડર્બન સુપર જાયન્ટ્સ: બ્રાન્ડોન કિંગ, ક્વિન્ટન ડી કોક, નવીન-ઉલ-હક, કેન વિલિયમ્સન, ક્રિસ વોક્સ, પ્રેનલાન સબબ્રાયન, ડ્વેન પ્રિટોરિયસ, કેશવ મહારાજ, નૂર અહેમદ, હેનરિક ક્લાસેન, જોન-જોન સ્મટ્સ, વિયાન મુલ્ડર, જુનિયર ડાલા, બ્રાઇસ પાર્સન્સ, મેથ્યુ બ્રેટ્ઝકે, જેસન સ્મિથ, માર્કસ સ્ટોઇનિસ, શમર જોસેફ, સીજે કિંગ.
જોબર્ગ સુપર કિંગ્સ: ફાફ ડુ પ્લેસિસ, મોઈન અલી, જોની બેરસ્ટો, મહેશ થીકશાના, ડેવોન કોનવે, ગેરાલ્ડ કોએત્ઝી, ડેવિડ વિઝ, લુઈસ ડુ પ્લોય, લિઝાદ વિલિયમ્સ, નાન્દ્રે બર્જર, ડોનોવન ફરેરા, ઈમરાન તાહિર, સિબોનેલો મખાન્યા, તબરેઝ શમ્સી, વિહાન લુબે. , ઇવાન જોન્સ, ડગ બ્રેસવેલ, જેપી કિંગ.
MI કેપ ટાઉન: રાશિદ ખાન, બેન સ્ટોક્સ, કાગીસો રબાડા, ટ્રેન્ટ બોલ્ટ, અઝમતુલ્લા ઓમરઝાઈ, ડેવાલ્ડ બ્રેવિસ, રેયાન રિકલ્ટન, જ્યોર્જ લિન્ડે, નુવાન થુશારા, કોનોર એસ્ટરહુઈઝેન, ડેલાનો પોટગીટર, રાસી વાન ડેર ડ્યુસેન, થોમસ કોબર, બોસ્ચ કોર્બીન , કોલિન ઇન્ગ્રામ, રીઝા હેન્ડ્રીક્સ, ડેન, ટ્રિસ્ટન લ્યુસ.
પ્રિટોરિયા કેપિટલ્સ: એનરિચ નોરખિયા, જિમી નીશમ, વિલ જેક્સ, રહેમાનુલ્લા ગુરબાઝ, લિયામ લિવિંગસ્ટોન, વિલ સ્મીડ, મિગુએલ પ્રેટોરિયસ, રિલે રોસોઉ, એથન બોશ, વેઈન પાર્નેલ, સેનુરન મુથુસામી, કાયલ વેરે, ડેરીન ડુપાવિલોન, સ્ટીવ માર્કેન, વી. એકરમેન, એવિન લેવિસ, કાયલ સિમન્ડ્સ, કીગન લાયન-કેશેટ.
પાર્લ રોયલ્સ: ડેવિડ મિલર, મુજીબ ઉર રહેમાન, સેમ હેન, જો રૂટ, દિનેશ કાર્તિક, ક્વેના માફાકા, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, બજોર્ન ફોર્ટ્યુન, લુંગી એનગીડી, મિશેલ વાન બુરેન, કીથ ડડજેન, નકાબા પીટર, એન્ડીલે ફેહલુકવાયો, કોડી યુસુફ ટર્નર, દયાન ગાલીમ, જેકબ બેટલ, રૂબિન હર્મન, દિવાન મેરાઈસ.
સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ: એઈડન માર્કરામ, જેક ક્રોલી, રોઈલોફ વાન ડેર મેર્વે, લિયામ ડોસન, ઓટનીએલ બાર્ટમેન, માર્કો જેન્સન, બેરસે સ્વાનેપોલ, કાલેબ સેલેકા, ટ્રિસ્ટન સ્ટબ્સ, જોર્ડન હાર્મન, પેટ્રિક ક્રુગર, ક્રેગ ઓવરટોન, ટોમ એબેલ અને સિમેલા હાર્મન , ડેવિડ બેડિંગહામ, ઓકુહલે સેલે, રિચાર્ડ ગ્લેસન, ડેનિયલ સ્મિથ.