IPL ગવર્નિંગ કાઉન્સિલે શનિવારે મોડી રાત્રે IPL 2025ની મેગા ઓક્શન માટે મોટી જાહેરાત કરી છે. જ્યાં તેમણે માહિતી આપી હતી કે ટીમોને રિટેન્શન દ્વારા અથવા રાઈટ ટુ મેચ (RTM) કાર્ડ વિકલ્પનો ઉપયોગ કરીને વધુમાં વધુ છ ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે. દરમિયાન, BCCI એ તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ માટે મેગા ઓક્શન પહેલા તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબર, 2024 નક્કી કરી છે. ટીમોએ આ તારીખ પહેલા તેમના તમામ રિટેન કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કરવા પડશે.
રિપોર્ટમાં ખુલાસો થયો છે
BCCIએ એમ પણ કહ્યું છે કે જે ખેલાડીઓ 31 ઓક્ટોબર કે તે પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરશે તેમને હરાજીમાં કેપ્ડ પ્લેયર ગણવામાં આવશે. IPL દ્વારા જારી કરવામાં આવેલા પોતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એ નોંધવું જોઈએ કે રિટેન્શન નિયમોને ધ્યાનમાં રાખીને, કોઈપણ ખેલાડી જે 31 ઓક્ટોબર, 2024ના રોજ અથવા તેની પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરશે તેને કેપ્ડ પ્લેયર તરીકે ગણવામાં આવશે.
રિટેન્શન અને RTM માટે ખેલાડીઓની પસંદગી કરવાનો નિર્ણય ફ્રેન્ચાઇઝ પર છોડી દેવામાં આવ્યો છે. જો કે, છ રીટેન્શન/આરટીએમમાં વધુમાં વધુ પાંચ કેપ્ડ અને બે અનકેપ્ડ પ્લેયર હોઈ શકે છે. આ ઉપરાંત, દરેક ટીમ માટે પર્સ હરાજી પણ વધારીને 120 કરોડ રૂપિયા કરવામાં આવી છે. IPLએ એક ઐતિહાસિક નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે પ્લેઇંગ 12માં સામેલ તમામ ખેલાડીઓને પ્રતિ મેચ 7.05 લાખ રૂપિયાની મેચ ફી મળશે, આ વાતની પુષ્ટિ BCCI સેક્રેટરી જય શાહે પણ કરી છે.
ખેલાડીઓને મેચ ફી દીઠ મળશે
BCCI સેક્રેટરી જય શાહે તેમના ટ્વિટમાં લખ્યું, “IPLમાં સાતત્ય અને શાનદાર પ્રદર્શનની ઉજવણી કરવા માટે એક ઐતિહાસિક પગલું ભરતાં, અમે અમારા ક્રિકેટરો માટે મેચ દીઠ 7.5 લાખ રૂપિયાની મેચ ફી રજૂ કરતાં રોમાંચિત છીએ. એક સિઝનમાં તમામ લીગ મેચો રમનાર ક્રિકેટરને તેના કોન્ટ્રાક્ટ મની ઉપરાંત 1.05 કરોડ રૂપિયા મળશે. દરેક ફ્રેન્ચાઇઝીને એક સિઝન માટે મેચ ફી તરીકે 12.60 કરોડ રૂપિયા આપવામાં આવશે. આઈપીએલ અને આપણા ખેલાડીઓ માટે આ એક નવો યુગ છે!