કાચીંડા તેમના રંગ બદલાતા સ્વભાવને માટે જાણીતા છે, પણ એવું નથી કે માત્ર કાચીંડો જ રંગ બદલે છે. દુનિયામાં એક એવી માછલી પણ છે જે રંગ બદલી શકે છે અને દુર્લભ માછલી પહેલીવાર ભારતમાં જોવા મળી છે.
સેન્ટ્રલ મરીન ફિશરીઝના વૈજ્ઞાનિકોએ તેને મન્નારની ખાડીમાં શોધી કાઢી હતી અને આ યુનિક માછલીનું નામ છે સ્કોરપિયન ફિશ. મન્નારની ખાડીમાં છીછરા પાણીની એક ખાડી આવેલી છે જે જે લક્ષદ્વીપ સમુદ્રનો એક ભાગ છે, અહીં વર્ષ 2020માં આ દુર્લભ સ્કોર્પિયન માછલી જોવા મળી હતી.
આ માછલી એટલી ખતરનાક છે કે તેને ખાવાથી માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. આ માછલીનું વૈજ્ઞાનિક નામ સ્કોર્પિનોસ્પિસ નેગલેક્ટા છે.
વૈજ્ઞાનિકનું કહેવું છે કે જ્યારે એમને પહેલી વખત આ માછલીને જોઈ હતી ત્યારે તે ઘાસમાં છુપાયેલ હતી અને જોઈને કહી શકાય એમન નહતું કે આ માછલી છે કે કોઈ પથ્થરનો ટુકડો, પરંતુ માત્ર ચાર સેકન્ડ બાદ જ્યારે તેના શરીરનો રંગ બદલાઈને કાળો થઈ ગયો ત્યારે સમજાયું કે તે એક દુર્લભ સ્કોરપિયન ફિશ છે.
આ સ્કોર્પિયન માછલી શિકાર કરતી વખતે અથવા પોતાને શિકારીથી બચાવવા માટે રંગ બદલે છે અને આ માછલીની કરોડરજ્જુ ઝેરથી ભરેલી હોય છે. એવું કહેવાય છે કે તેની અંદર ન્યુરોટોક્સિક નામનું ઝેર હોય છે. એવું પણ કહેવાય છે કે આ માછલી જોવા મળી એ બાદ તેને નેશનલ મરીન બાયોડાયવર્સિટી મ્યુઝિયમમાં મોકલવામાં આવી છે, જેથી તેના પર રિસર્ચ થઈ શકે.