તમે જોયું હશે કે લોકો દારૂના નશામાં અજીબ-અજીબ વાતો કરતા હોય છે. કેટલાક લોકો દારૂના નશામાં અંગ્રેજીમાં બબડવા લાગે છે. જ્યારે નોર્મલી લોકો અંગ્રેજી બોલતા અચકાતા હોય છે. પરંતુ જ્યારે લોકો નશાની હાલતમાં હોય છે, ત્યારે તેમને જરાય પણ શરમ નથી આવતી અને અંગ્રેજીમાં વાત કરતા ગભરાતા પણ નથી.
જ્યારે કોઈ વ્યક્તિ દારૂના નશામાં હોય છે, ત્યારે તે નોર્મલ વ્યક્તિની સરખામણીમાં ગભરાયા વગર અંગ્રેજીમાં વાત કરી શકે છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે જ્યારે વ્યક્તિ દારૂના નશામાં હોય છે, ત્યારે તેને અન્ય ભાષા શીખવામાં મદદ મળે છે. યૂનિવર્સિટી ઓફ લિવરપૂલ, બ્રિટનની એક કોલેજ તથા નેધલેન્ડની યૂનિવર્સિટી ઓફ માસ્ટ્રિચના શોધકોએ તેના પર રિસર્ચ કર્યું છે.
દારૂ પીવાથી ભાષાકીય કાર્યક્ષમતા વધે છે
સંશોધનથી બહાર આવ્યું છે કે ભાષાકીય કુશળતાનો અર્થ એ છે કે આલ્કોહોલની માત્રા દ્વારા ભાષાકીય કાર્યક્ષમતામાં વધારો થાય છે. સંશોધન દ્વારા ડચ ભાષા શીખતા 50 જર્મન લોકોના જૂથની પસંદગી કરવામાં આવી. આમાંના કેટલાક લોકોને પીણામાં ઓછી માત્રામાં દારૂ આપવામાં આવ્યો હતો. જોકે કેટલાક લોકોને પીણામાં દારૂ આપવામાં આવ્યો ન હતો.
સંશોધનથી બહાર આવ્યું છે કે દારૂ પીધા પછી, જર્મન લોકોના જૂથને નેધરલેન્ડના લોકો સાથે ડચમાં બોલવાનું કહેવામાં આવ્યું હતું. તેમાં બહાર આવ્યું હતું કે જે લોકોના પીણાંમાં દારૂ હતો તેઓએ શબ્દો યોગ્ય રીતે ઉચ્ચાર્યા હતા. તેમની વચ્ચે ભાષાના ઉપયોગ દરમિયાન કોઈ ખચકાટ નહોતો.
આલ્કોહોલ પીવાથી યાદશક્તિ પર ખરાબ અસર પડે છે
તે લોકો દારૂના નશામાં ડચમાં ખુલીને વાતો કરતા હતા. આ લોકોને તેમના વજનની તુલનામાં થોડી માત્રામાં દારૂ આપવામાં આવ્યો હતો. લોકોને ઓછા પ્રમાણમાં દારૂ આપ્યા બાદ આ પરિણામો બહાર આવ્યા છે. જણાવી દઈએ કે સામાન્ય રીતે લોકો માટે બીજી ભાષા બોલવી મુશ્કેલ હોય છે. દારૂ પીવાથી મેમરી અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પર ખરાબ અસર પડે છે.