મધ્યપ્રદેશના જબલપુરમાં અભિનેતા સૈફ અલી ખાનના પરિવારની 15 હજાર કરોડ રૂપિયાની મિલકત સરકાર પોતાના કબજામાં લઈ શકે છે. સૈફ અલી ખાન અને શર્મિલા ટાગોરના પરિવારની મિલકત કોહેફિઝાથી ભોપાલના ચિકલોડ સુધી ફેલાયેલી છે. પટૌડી પરિવારની લગભગ 100 એકર જમીનમાં દોઢ લાખ લોકો રહે છે. ભોપાલ રાજ્યની ઐતિહાસિક મિલકતો પર 2015 થી લાગેલો પ્રતિબંધ સમાપ્ત થઈ ગયો છે.
મધ્યપ્રદેશ હાઈકોર્ટે અભિનેતા સૈફ અલી ખાન, તેની માતા શર્મિલા ટાગોર, બહેનો સોહા અને સબા અલી ખાન તેમજ પટૌડીની બહેન સબીહા સુલ્તાનને દુશ્મન સંપત્તિ કેસમાં અપીલ અધિકારી સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના અપીલ અધિકારી સમક્ષ પોતાનો કેસ રજૂ કરવા માટે 30 દિવસની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ છે.
એક મહિનાનો સમયગાળો પૂરો થયા પછી પણ, પટૌડી પરિવારે કોઈ દાવો રજૂ કર્યો નથી. પટૌડી પરિવાર પાસે ડિવિઝન બેન્ચમાં પડકારવાનો વિકલ્પ છે.