ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડા સોમવારે ‘ભાજપને જાણો’ પહેલના ભાગરૂપે માલદીવના રાષ્ટ્રપતિને મળ્યા હતા, બેઠક દરમિયાન બંને નેતાઓએ છેલ્લા દાયકામાં ભારત-માલદીવના સંબંધોમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની નોંધ લીધી હતી. તેઓએ માલદીવમાં RuPay કાર્ડ વ્યવહારો શરૂ કરવા અને વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા વિઝન દસ્તાવેજના પ્રકાશનને આવકાર્યું.
બંને નેતાઓએ સ્વાસ્થ્ય ક્ષેત્રે સહકાર વધારવાની વિવિધ તકો અંગે પણ ચર્ચા કરી હતી અને ભાજપની સંગઠનાત્મક રચના અને પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી.
પક્ષો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર સંમતિ વ્યક્ત કરી
ભાજપ અને પીપલ્સ નેશનલ કોંગ્રેસ વચ્ચે મંત્રણાને પ્રોત્સાહન આપીને પાર્ટી-ટુ-પાર્ટી સંબંધોને મજબૂત કરવા માટે પણ સંમત થયા જેથી ભાગીદારી અને પરસ્પર સમજણને વધુ ગાઢ બનાવી શકાય.