Maharashtra: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP (SP))ના વડા શરદ પવારે આગામી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાની માંગને ફગાવી દીધી છે.તેમણે શનિવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષોના ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA)ની ફોર્મ્યુલા, સામૂહિક છે આવી સ્થિતિમાં, મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવામાં આવશે નહીં, તેનાથી શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેની આશા પર પાણી ફરી વળ્યું છે.
શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉત સતત માંગ કરી રહ્યા છે કે ઓક્ટોબરમાં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્ય પ્રધાનપદનો ચહેરો જાહેર કરવામાં આવે. રાઉત પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ચહેરો બનાવવા ઈચ્છે છે. કારણ કે મહારાષ્ટ્રમાં ચહેરા વગર ચૂંટણી લડવી MVA માટે ખતરનાક હશે. પરંતુ, શરદ પવારે એમ કહીને એમને ખંખેરી નાખ્યા કે કોઈ એક વ્યક્તિ આપણા મુખ્યમંત્રી પદનો ચહેરો બની શકે નહીં. શરદ પવારને મહારાષ્ટ્રમાં MVA ના આર્કિટેક્ટ માનવામાં આવે છે.
તેમણે શિવસેના અને કોંગ્રેસને એકસાથે લાવવા અને વર્ષ 2019માં ઉદ્ધવ ઠાકરેને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લોકસભામાં તેના સારા પ્રદર્શન બાદ MVAનો આત્મવિશ્વાસ વધ્યો છે. તેથી જ એમવીએના નેતાઓ દાવો કરી રહ્યા છે કે ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 288માંથી 155 બેઠકો ગુમાવી છે. આ બેઠકો પર MVA વિજયી બનશે અને રાજ્યમાં સરકાર બનાવશે.
ઈમરજન્સી અંગે બિરલાની ટિપ્પણી તેમની ગરિમાને અનુરૂપ નથી
પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે કહ્યું કે ઇમરજન્સી અંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાની ટિપ્પણી યોગ્ય નથી. આ તેની ગરિમાને અનુરૂપ ન હતું. પવારે કહ્યું કે ઈમરજન્સીને 50 વર્ષ વીતી ગયા છે અને ઈન્દિરા ગાંધી હવે હયાત નથી. આવી સ્થિતિમાં લોકસભા અધ્યક્ષ શા માટે આ મુદ્દો ઉઠાવી રહ્યા છે? શું રાજકીય નિવેદનો આપવાનું કામ સ્પીકરની છે? તેથી મને લાગે છે કે ઓમ બિરલાનું નિવેદન યોગ્ય નથી. પવારે કહ્યું કે રાષ્ટ્રપતિના ભાષણમાં પણ કટોકટીનો ઉલ્લેખ હતો જે જરૂરી નથી.