આજે રાત્રે દિલ્હીના INA ખાતે આવેલા દિલ્હી હાટમાં આગ લાગવાના સમાચાર છે. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ધુમાડો ઉંચકતો જોઈને લોકોમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો. આગ લાગવાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગમાં ઘણી દુકાનો બળીને રાખ થઈ ગઈ છે.
#WATCH दिल्ली: दिल्ली हाट आईएनए में आग लगी। दमकल की गाड़ियां मौके पर मौजूद है। आग बुझाने का कार्य जारी है। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/rNm3aC7eDe
— ANI_HindiNews (@AHindinews) April 30, 2025
માહિતી અનુસાર, ફાયર વિભાગને સવારે 8:45 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અગ્નિશામકો આગને કાબુમાં લેવામાં વ્યસ્ત છે. હાલમાં આ ઘટનામાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી પરંતુ પોલીસનું કહેવું છે કે આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગયા પછી શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવશે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને આગ લાગવાનું કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
દિલ્હી હાટમાં લાગેલી આગની ઘટના અંગે મંત્રી કપિલ મિશ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી. તેમણે લખ્યું, ‘દિલ્હી હાટમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર વિભાગ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે હાજર છે. હું દિલ્હી હાટ જઈ રહ્યો છું.