તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં શનિવારે સત્તુર પાસે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં ત્રણ લોકોના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા વિરુધુનગર જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે વિરુધુનગર જિલ્લાના સત્તુર પાસે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં ત્રણ લોકોના મોત થયા છે અને એક ઘાયલ થયો છે. ઇજાગ્રસ્તની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
ગયા મહિને પણ ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો
તમને જણાવી દઈએ કે ગયા મહિને વિરુધુનગર જિલ્લાના શિવકાશી નજીક નારાયણપુરમ પુદુરમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી.