દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહનો સમય બદલાઈ ગયો છે. હવે શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે યોજાશે. પહેલા તેનો સમય સાંજે ૪.૩૦ વાગ્યે નક્કી કરવામાં આવ્યો હતો. શપથ ગ્રહણ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે.
આ પહેલા ૧૯ ફેબ્રુઆરીએ બપોરે ૩.૩૦ વાગ્યે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે. આ બેઠકમાં મુખ્યમંત્રીનો ચહેરો પસંદ કરવામાં આવશે.
AAPનો કટાક્ષ
તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાતમાં વિલંબ થવા બદલ આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપ પર કટાક્ષ કર્યો છે. આપના દિલ્હી રાજ્ય સંયોજક ગોપાલ રાયે જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે લગ્નની સરઘસ તૈયાર છે, મંડપ પણ તૈયાર છે, પરંતુ ભાજપ હજુ પણ નક્કી કરી શકી નથી કે વરરાજા કોણ હશે.
તેમણે કહ્યું, “ભાજપ બધું જ કરી રહ્યું છે પણ હજુ સુધી મુખ્યમંત્રી અંગે નિર્ણય લીધો નથી. અત્યાર સુધી ભાજપે પોતાના ધારાસભ્ય દળની એક પણ બેઠક યોજી નથી. આ ભાજપ છે અને આગામી પાંચ વર્ષમાં આવા વધુ રેકોર્ડ બનાવશે. ભાજપ પોતાના આંતરિક વિખવાદોને છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી છે. ભાજપે દિલ્હીના લોકોને આપેલા વચનો પૂરા કરવા જોઈએ.