Mahamandaleshwar Pilot Baba :દેશના જાણીતા સંત અને જુના અખાડાના મહામંડલેશ્વર પાયલટ બાબાનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. દિલ્હીની એપોલો હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. તેમને હરિદ્વારમાં સમાધિ આપવામાં આવશે. તેઓ ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા, તેથી તેમને પાયલોટ બાબાના નામથી ખ્યાતિ મળી હતી. પાકિસ્તાન સાથેના બે યુદ્ધમાં ફાઈટર પાઈલટની ભૂમિકા ભજવી હતી, જે બાદ તેઓ નિવૃત્ત થયા હતા.
પાયલટ બાબાની મહાસમાધિ વિશેની માહિતી તેમના ઈન્સ્ટા એકાઉન્ટ પર ગઈ હતી. સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે – ઓમ નમો નારાયણ, ભારે હૃદયથી અને આપણા પ્રિય ગુરુદેવ માટે ઊંડી શ્રદ્ધા સાથે, વિશ્વભરના તમામ શિષ્યો, ભક્તોને જાણ કરવામાં આવે છે કે આપણા આદરણીય ગુરુદેવ મહાયોગી પાયલોટ બાબાજીએ આજે મહાસમાધિ લીધી છે. તેણે પોતાનો નશ્વર દેહ છોડી દીધો છે.