ભારતની રશેલ ગુપ્તાએ ‘મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ’નો ખિતાબ જીત્યો છે. રશેલે પોતાના માથા પર વિજયનો તાજ મૂકીને ઈતિહાસ રચ્યો છે. ‘મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ’ જીતનારી તે પ્રથમ ભારતીય બની ગઈ છે. 2013માં શરૂ થયેલી આ સ્પર્ધાનું આયોજન થાઈલેન્ડમાં કરવામાં આવ્યું હતું જેમાં 70 દેશોએ ભાગ લીધો હતો.
25 ઓક્ટોબરે ‘મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ’ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં રશેલ ગુપ્તાએ જીત મેળવી હતી. રશેલને ગયા વર્ષની ‘મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ’ વિજેતા લુસિયાના ફસ્ટર દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો. 20 વર્ષની રશેલે આ તાજ સાથે એક ખાસ સિદ્ધિ મેળવી છે. 11 વર્ષની રાહ જોયા બાદ આખરે ભારતે ‘મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ’ જીતી લીધી છે.
કોણ છે રચેલ ગુપ્તા?
‘મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ’ વિજેતા રચેલ ગુપ્તા પંજાબના જલંધરની રહેવાસી છે. આ પહેલીવાર નથી કે જ્યારે રચેલ ગુપ્તાએ સૌંદર્ય સ્પર્ધા જીતી હોય. અગાઉ વર્ષ 2022માં તે ‘મિસ સુપર ટેલેન્ટ ઓફ ધ વર્લ્ડ’ રહી ચૂકી છે. તે એક મૉડલ છે અને તેના મૉડલિંગ કરિયર સિવાય તે એક આંત્રપ્રિન્યોર પણ છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર રેચલના 1.1 મિલિયન ફોલોઅર્સ છે.
રચેલ પોસ્ટમાં આ વચન આપ્યું હતું
ઇન્સ્ટાગ્રામ પર ‘મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ’ના સ્ટેજ પરથી તેની તસવીરો શેર કરતી વખતે, રશેલ ગુપ્તાએ લખ્યું – ‘અમે તે કર્યું! અમે ભારતીય ઇતિહાસમાં પ્રથમ ગોલ્ડન ક્રાઉન જીત્યો. દરેક ક્ષેત્ર વિજયી છે. મારામાં વિશ્વાસ કરનારા દરેકનો ખૂબ ખૂબ આભાર! હું વચન આપું છું કે હું તમને નિરાશ નહીં કરું. હું એવી રાણી બનવાનું વચન આપું છું જેનું સામ્રાજ્ય તમે હંમેશા યાદ રાખશો.