ત્રિમાસિક પરિણામોની જાહેરાત બાદ આજે અગ્રણી IT કંપની HCLના શેરમાં ભારે ઉછાળો નોંધાયો છે. TCS પછી જૂન ક્વાર્ટર HCL માટે શાનદાર સાબિત થયું છે. તમને જણાવી દઈએ કે, સોમવારે બજાર ખુલ્યાના થોડા જ સમયમાં કંપનીના શેર 1636.40 રૂપિયાના સ્તરે પહોંચી ગયા હતા. કંપનીના શેરમાં આજે લગભગ 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. શેર આજે રૂ.1580ના સ્તરે ખૂલ્યો હતો.
ચોખ્ખા નફામાં વધારો
IT કંપની HCL Technologiesનો ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં 20.4 ટકા વધીને રૂ. 4,257 કરોડ થયો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2024-25 માટે આવકમાં ત્રણથી પાંચ ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. HCL ટોચના અધિકારીઓએ આગામી ક્વાર્ટરમાં સારી વૃદ્ધિ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કંપનીએ શુક્રવારે જણાવ્યું હતું કે જૂન 2024 ના રોજ પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન આવક રૂ. 28,057 કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 6.6 ટકા વધારે છે. ત્રિમાસિક ધોરણે આ વધારો 1.6 ટકા ઓછો છે.
કંપની 1 શેર પર 12 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 2024-25 માટે રૂ. 2ના પ્રત્યેક ઇક્વિટી શેર પર રૂ. 12નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. 23 જુલાઈ, 2024 આ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી છે. કંપનીનું 52 સપ્તાહનું ઊંચું સ્તર રૂ. 1696.50 અને 52 સપ્તાહનું નિમ્ન સ્તર રૂ. 1095.95 છે. છેલ્લા એક વર્ષમાં HCLના શેરના ભાવમાં 39 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, જે રોકાણકારો એક મહિનાથી સ્ટોક ધરાવે છે, તેમને અત્યાર સુધીમાં 12 ટકાનો નફો મળ્યો છે.