ઓપરેશન સિંદૂર પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. વિશ્વભરના દેશો શાંતિ માટે અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન, સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલીજુબેર અચાનક દિલ્હી પહોંચી ગયા છે. સાઉદી અરબના મંત્રીની આ મુલાકાતને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. સાઉદી અરેબિયાના મંત્રીએ નવી દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને મળ્યા.
સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રીએ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી
વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, ‘આજે સવારે સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલજુબેર સાથે સારી મુલાકાત થઈ.’ આતંકવાદ સામે મજબૂતીથી લડવા અંગે ભારતના દ્રષ્ટિકોણને શેર કર્યો. સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી ઉપરાંત ઈરાનના વિદેશમંત્રી પણ ભારતની મુલાકાતે પહોંચ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી બુધવારે મધ્યરાત્રિએ નવી દિલ્હી પહોંચ્યા. આજે અરાઘચી ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરને મળશે. તેઓ બપોરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે.
A good meeting with @AdelAljubeir, Minister of State for Foreign Affairs of Saudi Arabia this morning.
Shared India’s perspectives on firmly countering terrorism.
🇮🇳 🇸🇦 pic.twitter.com/GGTfItZ3If
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 8, 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ
પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે સવારે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા. આમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ઠેકાણાઓનો સમાવેશ થાય છે. ભારતે બહાવલપુર, મુઝફ્ફરાબાદ, મુરીદકે અને સિયાલકોટમાં આ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. ભારતની કાર્યવાહી બાદ, પાકિસ્તાને બદલો લેવાની વાત કરી છે, જેના કારણે આ ક્ષેત્રમાં સંઘર્ષ ફાટી નીકળવાની શક્યતા વધી ગઈ છે. વિશ્વના દેશોએ ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવાની અપીલ કરી છે. હવે સાઉદી અરેબિયા અને ઈરાનના વિદેશ પ્રધાનોની ભારત મુલાકાતને પણ આ પ્રયાસો સાથે જોડવામાં આવી રહી છે.